¡Sorpréndeme!

દિગ્વિજય સિંહે કહ્યું- ભાજપના નેતાઓએ એ જણાવવું જોઈએ કે ગોડસે દેશભક્ત હતા કે નહિ

2019-10-06 342 Dailymotion

ગ્વાલિયરઃમધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે શનિવારે નામ લીધા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર ટિપ્પણી કરી હતી તેમણે કહ્યું કે ભાજપના લોકો(મોદી અને શાહ) એ સ્પષ્ટ કરવું જોઈએ કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડસે દેશભક્ત હતા કે નહિ ?

દિગ્વિજયે કહ્યું ભાજપ પોતાને રાષ્ટ્રવાદી પાર્ટી ગણાવે છે અને કહે છે કે તે પાકિસ્તાનની સામે લડી રહી છે આ કેવો રાષ્ટ્રવાદ છે કે તેમના લોકો જ રૂપિયા લઈને પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ માટે જાસૂસી કરે છે કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે ભાજપ અને બજરંગ દળના કેટલાક લોકો આઈએસઆઈની જાસૂસી કરતા પકડાયા પણ હતા આ લોકો હાલ જામીન પર બહાર ફરી રહ્યાં છે, પરંતુ તેમની પર કેસ હાલ પણ ચાલી રહ્યો છે