ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ લંડનમાં સફળતાપૂર્વક સર્જરી કરાવી છે હાર્દિકને પીઠની નીચેના ભાગમાં દુખાવો થઈ રહ્યો હતો તેથી તેને સર્જરી કરાવી પડી હતી તે હવે મિનિમમ 6 મહિના માટે ક્રિકેટથી દૂર રહેશે 25 વર્ષીય હાર્દિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતાં લખ્યું કે, "સર્જરી સફળ રહી તમારી પ્રાર્થનાઓ માટે ધન્યવાદ હું જલ્દી કમબેક કરીશ, ત્યાર સુધી મને યાદ કરો" તે ફોટોમાં હાર્દિક હોસ્પિટલના બેડ પર સૂતો દેખાઈ રહ્યો છે