¡Sorpréndeme!

જામનગરમાં સળગતા કપાસીયા પર યુવાનો મશાલ રાસ રમે છે, બે મહિના પ્રેક્ટિસ કરે છે

2019-10-04 946 Dailymotion

જામનગર: શહેરના રણજીતનગરમાં પટેલ યુવક મંડળ દ્વારા સરદાર પટેલ ચોકમાં ચાલતી ગરબી પોતાના વિવિધ પ્રાચીન રાસને કારણે પ્રખ્યાત છે પાંચમાં નોરતે આ ગરબી દ્વારા સળગતા કપાસીયા પર મશાલ રાસનું આયોજન કરવામાં આવ્યું હતું બે મહિનાની સખત પ્રેક્ટિસ બાદ યુવકોએ આ રાસ રજૂ કર્યો હતો સળગતા કપાસિયા પર રાસ કરતા યુવકોને પગમાં કોઈ પણ જાતનું પ્રવાહી લગાવતા નથી અને માતાજી પર શ્રદ્ધા રાખી આરાસ કરે છે હાથમાં સળગતી મશાલ અને વિવિધ સ્ટેપ લેતા યુવકો દર વર્ષે મશાલ રાસ કરે છે પટેલ યુવક મંડળ દ્વારા છેલ્લા સાત દાયકાથી ગરીબીનું આયોજન કરવામાં આવે છે તેમાંય મશાલ રાસ જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે છે