અમદાવાદ: મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતની જેલોમાં સજા ભોગવી રહેલા મોટી વયના 158 કેદીઓને જેલ મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે આજે સાબરમતી સેન્ટ્રલ જેલમાં 125, 304 અને 326ના ગુનામાં સજા કાપી રહેલા 24 કેદીઓને મૂક્ત કરવામાં આવ્યા છે કેદીઓને છોડાતા જેલની બહાર લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બે તબક્કામાં 229 કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા હતા જ્યારે આજે વધુ કેદીઓને જેલમુક્ત કરતા કુલ 387 કેદીઓની સજા માફ કરવામાં આવી છે