¡Sorpréndeme!

કોઈ અનાથ થયું તો કોઈએ દીકરી ગુમાવી, ભારે હૈયે ગમગીની વચ્ચે 22 લોકોના અંતિમ સંસ્કાર

2019-10-01 8,397 Dailymotion

આંકલાવ:આંકલાવ તાલુકાના ખડોલ (હ) ગામેથી અંબાજી મંદિર ખાતે દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓની ખાનગી લકઝરી બસને ત્રિશુળીયા ઘાટ પાસે અકસ્માત સર્જાતા બસમાં સવાર 22 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હતા જયારે 54 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી મૃતકો અને ઇજાગ્રસ્તો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકા અને બોરસદ તાલુકાના ગામોના છે સોમવારે સાંજે અકસ્માત અંગેની ખબર આવતા તમામ ગામોમાં ઉચાટ ફેલાઈ ગયો હતો અને યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓના પરિવારજનોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી