અમદાવાદ: ગઇકાલથી રાજ્યભરમાં નવરાત્રીની શરૂઆત થઇ ગઇ છે જોકે આ વર્ષે વરસાદી માહોલના કારણે મોટાભાગના વિસ્તારોના પાર્ટીપ્લોટ બંધ રહ્યા હતી જેના કારણે ગરબાપ્રેમી હતાશ જોવા મળ્યા હતા ત્યારે અમદાવાદના એસજી હાઈવે પર આવેલા બ્લુ લગૂન પાર્ટીપ્લોટમાં વરસાદને લીધે પાણી ભરાયું હોવા છતાં ગરબા યોજાયા હતા આ ગરબામાં ખેલૈયાઓ કાદવ-કીચડમાં ભાન ભૂલીને ગરબે ઘૂમ્યા હતા