અમદાવાદ: સત્ય ઘટના પર આધારિત ફિલ્મ "ધ સ્કાય ઈઝ પિન્ક"ના પ્રમોશન અર્થે અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અભિનેતા રોહિત શરાફ અમદાવાદના મહેમાન બન્યાં હતા નવરાત્રીના તહેવાર દરમિયાન અમદાવાદની મુલાકાત લેવાં પર પ્રિયંકાએ ખેલૈયાઓ સાથે ગરબાનો આનંદ પણ માણ્યો હતો અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેને ગરબા રમતાં આવડે છે અને કોઈ તકલીફ પણ પડતી નથી