¡Sorpréndeme!

12 વિદ્યાર્થિનીઓનો જીવ જોખમમાં મૂક્યો, ડ્રાઈવરની બેદરકારી સામે આવી

2019-09-30 433 Dailymotion

રાજસ્થાનના ડૂંગરપુર પાસે આવેલા સતીરામપુરમાં આ ટ્રકચાલક પર વિદ્યાર્થિનીઓનો જીવ જોખમમાં નાખવા બદલ પોલીસે કેસ પણ દાખલ કર્યો છે નાનુરામ ડામોર નામના આ ડ્રાઈવરે 12 વિદ્યાર્થિનીઓ ભરેલા ટ્રકને ધસમસતા પાણીમાં ઉતાર્યો હતો જેના કારણે બાળકીઓના માથે મોત મંડરાવા લાગ્યું હતું સદનસીબે ગામલોકોએ ત્યાં પહોંચી જઈને પાણીમાં તણાઈ રહેલા ટ્રકમાંથી દરેક વિદ્યાર્થિનીને દિલધડક રેસ્ક્યુ કરીને બહાર નીકાળી હતી
મળતી વિગતો પ્રમાણે વધુ વરસાદના કારણે સવારે 10 વાગે જ શાળામાં વિદ્યાર્થિઓને છોડી દેવામાં આવ્યા હતા જેમાંથી કેટલીક વિદ્યાર્થિનીઓ આ ટ્રકમાં સવાર થઈને ઘરે જવા નીકળી હતી જ્યાં એક કોઝવેમાં પાણીના પ્રવાહને નજર અંદાજ કરીને આ ટ્રકચાલકને તેને ક્રોસ કરવાનું દુ:સાહસ કર્યું હતું ટ્રક પણ પાણીના મારાના કારણે તણાઈને તરત જ પલટી મારી ગયો હતો જેની જાણ ગામવાળાઓને થતાં જ તેઓ દેવદૂત બનીને ત્યાં બચાવ કામ કરવા માટે ધસી ગયા હતા અંતે ભારે જહેમત બાદ ગામવાસીઓએ દોરડાના સહારે એક બાદ એક એમ દરેક વિદ્યાર્થિનીનેસહીસલામત રીતે બહાર નીકાળી હતી પોલીસે પણ બેદરકારીપૂર્વક ટ્રક હંકારીને વિદ્યાર્થિનીઓના જીવ જોખમમાં મૂકવા બદલ ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે