¡Sorpréndeme!

અમદાવાદના વાડજમાં 500 જેટલા ખેલૈયાઓ હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમશે, લોકજાગૃતિ ફેલાવવા અનોખો પ્રયાસ

2019-09-28 1,124 Dailymotion

અમદાવાદઃગુજરાતમાં હેલ્મેટના કાયદાને લઈને જાગૃતિ ફેલાવવા અવનવા પ્લેટફોર્મ નો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે આ નવરાત્રિમાં ગરબે ઘુમવા આવતા ખેલૈયા અને જાણીતા ગુજરાતી કલાકારો પોતાના પરફોર્મન્સમાં હેલમેટના ઉપયોગને વેગ મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે અમદાવાદના વાડજ વિસ્તારમાં ૫૦૦ જેટલા ગરબા રમનાર ખેલૈયાઓ આ વખતે હેલ્મેટ સાથે ગરબા રમવા જશે જે માટે તેમણે ખાસ હેલ્મેટ સ્ટેપ તૈયાર કર્યા છે બીજી તરફ જાણીતી ગુજરાતી સિંગર ભૂમિ પંચાલ નવરાત્રીના પોતાના કાર્યક્રમની શરૂઆત અંત અને બ્રેકના સમયે પોતાના સ્ટેજ પરથી ખેલૈયા ને હેલ્મેટ પહેરવા માટે જાગૃત કરશે