¡Sorpréndeme!

મેઘરજમાં વિદ્યાર્થીઓ માટે લવાતું દૂધ ટેમ્પામાંથી નદીમાં ઠાલવ્યું, વીડિયો વાયરલ

2019-09-28 624 Dailymotion

મેઘરજ:મેઘરજની શાળામાં દૂધ પહોંચાડતી કોન્ટ્રાક્ટ એજન્સી અને શિક્ષકોની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે મેઘરજ તાલુકાની પ્રાથમિક શાળામાં દૂધ સંજીવની યોજના દ્વારા વિદ્યાર્થીઓ માટે આવતું દુધ નદીમાં ઠાલવવામાં આવ્યું હતું સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, ટેમ્પામાં દૂધના કેરેટમાંથી દૂધના પાઉચ નદીમાં ઠાલવવામાં આવી રહ્યાં છે બાળકોના પેટમાં જવાના બદલે અમૃત સમાન દૂધ નદીમાં વહાવી દેતા વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે