¡Sorpréndeme!

ચોકબજાર વિસ્તારમાં કેટલાક ઈસમોએ કાર અને રીક્ષામાં તોડફોડ કરી, CCTV

2019-09-26 1,963 Dailymotion

સુરતઃ ચોકબજાર વિસ્તારમાં કેટલાક ઈસમોએ કાર અને રિક્ષામાં તોડફોડ કરી હોવાના સીસીટીવી સામે આવ્યા છે આ અંગે ચોકબજાર પોલીસમાં ફરિયાદ પણ નોંધવવામાં આવી છે બે ગંગે વચ્ચેની અથડામણમાં આ ઘટના બની હોવાનુી ચર્ચાઓ ચાલી રહી છે

સુરત શહેરમાં આ પહેલા પણ અનેક મારામારી,દાદાગીરી અને તોડફોડની ઘટનાઓ સામે આવી છે દરમિયાન ત્રણ દિવસ પહેલાં ચોકબજારમાં કેટલાક ઈસમોએ કાર અને રિક્ષામાં તોડફોડ કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો મળતી માહિતી પ્રમાણે ચોકબજારની સૂર્યા મરાઠી ગેંગ અને કતારગામની ગેંગ વચ્ચે અવાર નવાર અથડામણ થતી રહેતી હોય છે ચાર દિવસ પહેલાં ચોકબજારમાં થયેલી તોડફોડમાં કતારગામની ગેંગનો હાથ હોવાની શંકાની ફરિયાદ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે