¡Sorpréndeme!

આંબાવાડીમાં યુવતીની ગળુ કાપી હત્યા, પ્રેમ પ્રકરણમાં મર્ડર થયું હોવાની આશંકા, સીસીટીવીમાં શંકાસ્પદ શખ્સ દેખાયો

2019-09-25 14,302 Dailymotion

અમદાવાદઃઆંબાવાડીના અમૂલ્ય કૉમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં નડિયાદની યુવતી ઇશાની પરમાર (ઉવ27)ની ગળુ કાપી હત્યા કરવામાં આવી છે મૃતક ઇશાની પરમાર એડવોકેટ અને ફાઈનાન્સની ઓફિસમાં છેલ્લા 6 મહિનાથી ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી તેણી નડિયાદથી અમદાવાદ અપડાઉન કરતી હતી આ ઘટનાને પગલે એલિસબ્રિજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે