¡Sorpréndeme!

માતાનામઢમાં મિનિ વાવાઝોડાં સાથે અડધો કલાકમાં પોણો ઇંચ વરસાદ

2019-09-25 318 Dailymotion

ભુજઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ભલે ઓમાન તરફ ગયું પણ તેની અસર તળે કચ્છના વાતાવરણમાં મંગળવારે એકાએક પલટો આવ્યો હતો ભારે પવન અને ગાજવીજ સાથે પશ્ચિમ કચ્છમાં ઝાપટાંથી લઇ એકાદ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો તીર્થધામ માતાનામઢમાં અડધો કલાક સુધી મીની વાવાઝોડાં સાથે ધોધમાર વરસાદ પડતાં ગામની બજારમાં જોશભેર પાણી વહિ નીકળતાં નવરાત્રીની ચાલી રહેલી તૈયારીમાં વિક્ષેપ પડયો હતો સતાવાર રીતે કન્ટ્રોલ રૂમમાં નખત્રાણામાં 9 મીમી અને ભુજમાં 1 મીમી વરસાદની નોંધ થઇ હતી