પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનારી SS લો કોલેજની વિદ્યાર્થિનીની બુધવારે SITએ ધરપકડ કરી છે વિદ્યાર્થીની પર ચિન્મયાનંદ પાસેથી બ્લેકમેઈલ કરીને 5 કરોડ રૂપિયા માગવાનો આરોપ છે ધરપકડ બાદ વિદ્યાર્થીનીને મેડિકલ માટે લઈ જવાશે ઉત્તરપ્રદેશના મુખ્ય પોલીસ અધિકારી ઓપી સિંહે આ વાતની પુષ્ટી કરી છે
આ પહેલા મંગળવારે પીડિત વિદ્યાર્થિનીને શાહજહાંપુરમાં એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન અને નિવેદન ફરી નોંધાવવા માટે અરજી કરી હતી જેને કોર્ટે પણ સ્વીકારી હતી જોકે તાત્કાલિક સુનાવણી માટે ઈન્કાર કરીને કોર્ટે 26 તારીખે સુનાવણી કરવા કહ્યું હતું