વડોદરા: સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો સામે પાલિકા દ્વારા ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે વોર્ડ નંબર-9ની કચેરી દ્વારા વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતી દુકાનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે ચેકિંગ દરમિયાન દુકાનદારો દ્વારા ગ્રાહકોને આપવા માટે ઉપયોગમાં લેવાતી 50 માઇક્રોનથી નીચેના ઝભલા, પ્લાસ્ટિક કપ, જ્યુસ કપ, સ્ટ્રો સહિતનું મટીરિયલ જપ્ત કરવામાં આવ્યું છે