¡Sorpréndeme!

અરબી સમુદ્રમાં લો પ્રેશરને લઇને દીવના દરિયામાં કરંટ, માછીમારોને માછીમારી ન કરવા ચેતવણી

2019-09-22 380 Dailymotion

ગીરસોમનાથ: અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા દીવના દરિયામાં આજે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયામાં મોટા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં કરંટને લઇને માછીમારોને દરિયામાં માછીમારી ન કરવા ચેતવણી આપવામાં આવી છે દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટો પરત ફરી ગઇ છે દીવ આસપાસ અને દરિયામાં ભારે વરસાદ વરસ્યો હતો રાજ્યમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે