¡Sorpréndeme!

આજે અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ યોજાશે

2019-09-22 364 Dailymotion

હ્યુસ્ટનમાં યોજાનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેગા શૉની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે આ કાર્યક્રમમાં અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે ઉપરાંત 50 હજારથી વધુ ભારતીયો અને અમેરિકનો આ કાર્યક્રમમાં સામેલ થવા આતુર છે

અમેરિકાના એનઆરજી સ્ટેડિયમમાં રવિવારે યોજાનારા હાઉડી મોદી કાર્યક્રમના સમારંભની તૈયારી જોરશોરથી ચાલી રહી છે સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે 50 હજારથી વધુ ભારતીયો હાજર રહેશે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની હાજર રહેશે આ કાર્યક્રમ ભારતીય સમય અનુસાર રાત્રે 830 વાગ્યાથી શરૂ થશે હ્યુસ્ટનનું એનઆરજી ફૂટબોલ સ્ટેડિયમ અમેરિકાના મોટા સ્ટેડિયમમાનું એક છે ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે