પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઇને આજે ભારતબંધના એલાનને લઇને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોંગ્રેસની આગેવાનીમાં સીએમ રૂપાણીના મતવિસ્તારમાં મહિલા કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટરમાં મોદીના ચહેરાને ગારો લગાડી મોં કાળુ કરવામાં આવ્યું હતું.