ગુડીની સજાવટ - દરેક પરિવારમાં લોકો પોત પોતાની યોગ્યતા મુજબ જે પણ સુંદરથી સુંદર સાડી ઘરની મહિલાની હોય છે , તે ને લાકડી પર લપેટીને તેની સાથે ખણ(બ્લાઉજ પીસ) બિંદી(ચાંદલો, મંગળસૂત્ર , બંગડીથી સજાવીને રસ્સીથી બાંધીને ઘરના બારણા પર ધ્વજાના રૂપમાં લહેરાય છે , જે પ્રતીક છે સ્ત્રીના સન્માન અને સશ્ક્તીકરણના. પરિવારની દરેક મહિલા પ્રગતિ અને સફળતા કરે અને આ આભૂષણ એમની નબળાઈ નહી ગૌરવ અને ગરિમાના પ્રતીક છે આ સંદેશ આપે છે આ શણગારેલી ગુડી.