શિવજીના અનેક ભક્તો મહાશિવરાત્રીના રોજ વ્રત કરીને શિવજીને પ્રસન્ન કરવા તેમની વિશેષ રીતે પૂજા કરે છે. આમ તો પૂજા ગમે તે રીતે કરશો તો ઈશ્વર પસન્ન થશે જ પણ છતા જો તમે તમારી રાશિમાં બતાવ્યા મુજબ પૂજા કરશો તો તમને વિશેષ ફળદાયી રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિ પોતાની રાશિ અનુસાર શિવની આરાધના અને પૂજન કરી વિશેષ રૃ૫થી લાભ પ્રાપ્ત કરી શકે છે.
શિવપુરાણમાં ઉલ્લેખ છે કે મહાશિવરાત્રીના દિને શિવલીંગની ઉત્પતિ થયેલ હતી. શિવરાત્રીના દિવસે શિવપૂજન, વ્રત, ઉપવાસથી અનંતફળની પ્રાપ્તી થાય છે.