આમ તો દહીં બધા માટે લાભકારી હોય છે પણ આયુર્વેદ મુજબ એને રાત્રે ખાવાથી બચવું જોઈએ. રાત્રિના સમયે દહી શરીરમાં કફ દોષ વધારે છે. આયુર્વેદનું માનીએ તો રાત્રિના સમયે આપણા શરીરમાં કફની પ્રાકૃતિક પ્રબળતા વધી જાય છે. આથી રાત્રે દહીનું સેવન ન કરવું જોઈએ. કારણકે આ સમસ્યાને વધારે છે. આવુ કરવાથી પેટના રોગ થશે.