મેષ (aries) - આ અઠવાડિયામાં આર્થિક સમૃદ્ધિના યોગ પ્રબળ બની રહ્યા છે. દૈનિક આવક બાબતે અઠવાડિયું શુભ ફળદાયી સિદ્ધ થશે. ધંધાકીય કારણોથી જૂની ઉધારી વસૂલ કરવા માટે ઉત્તમ સમય છે. આ દિશામાં તમને પ્રયાસ અને પ્રવાસ ફળદાયી સિદ્ધ થશે. અચાનક લાભ થશે અને અચાનક કોઈ જૂનો મિત્ર મળવાની શકયતા ગણેશજી જોઈ રહ્યા છે. જૂના મિત્રો તરફથી તમને લાભ પણ મળી શકે છે. સ્વાસ્થયની બાબતમાં ઠીક સમય હોવાથી ખાવા-પીવામાં નિયમિતતા બનાવી રાખો અને ક્ષમતાથી વધારે કામનો ભાર ન ઉઠાવશો.