ખાંભાના મુજીયાસરમાં એક વૃદ્ધ મહિલાને દીપડાએ ફાડી ખાધા હોવાની ઘટના સામે આવી છે વહેલી સવારે 5 વાગ્યે કુદરતી હાજતે ગયેલા નાનીબેન નામના 70 વર્ષીય વૃદ્ધા પર દીપડાએ હુમલો કરી ફાડી ખાધા હતા દીપડો વૃદ્ધ મહિલાને લઈ 1 કિમી દૂર સુધી ઢસડી મુજીયાસરની સિમ વટાવી ત્રાકુંડા ગામની ગોબરભાઈ પ્રજાપતિની વાડીમાં લઈ જઈ ફાડી ખાધા હતા હાલ લોકોએ દીપડાને પાંજરે પુરવા માંગ કરી રહ્યાં છે