¡Sorpréndeme!

ટ્રાફિક પોલીસે સાઇકલવાળાને રોકતા વીડિયો થયો વાઇરલ, હકીકત કંઇક જૂદી જ નીકળી

2019-09-19 415 Dailymotion

તમિલનાડુના પેન્નાગરામના એરિયુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઈ રહ્યો છે વીડિયોમાં એક સબ ઈન્સ્પેક્ટર એક સાઇકલવાળાને રોકી સાઇકલ જપ્ત કરે છે જેનો વીડિયો કોઈ મકાનની છત પરથી શૂટ કર્યો છેઆ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસમેન પ્રતિ લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે લોકોને લાગે છે કે પોલીસમેને સાઇકલવાળાને એટલા માટે રોક્યો કારણકે તેને હેલ્મેટ નહોતું પહેર્યું પરંતુ વીડિયોની સાચી હકીકત કંઇક જુદી જ છે SI સુબ્રામણીને જ્યારે પુછવામાં આવ્યું તો તેણે આ વાતનો ખુલાસો કર્યો હતો તેણે કહ્યુ હતુ કે સાઇકલમેન બંને હાથ છુટ્ટા મુકી સાયકલ ચલાવતો હતો, તે સ્ટાઇલ મારતો હતો જે બહુ રિસ્કી છે જો કોઈ બાઇકસવાર બ્રેક મારે તો સાઇકલસવારનો જીવ પણ જઈ શકે તેથી સાઇકલ સવારને રોકી તેની સાઇકલ જપ્ત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી, સોશિયલ મીડિયામાં માત્ર અફવાઓ ઉડી રહી છે ત્યાં હાજર એક મહિલાએ કહ્યુ હતુ કે 10 મિનિટ સમજાવ્યા બાદ યુવકને છોડી મુકાયો હતો