¡Sorpréndeme!

ચીનના મુસલમાનોની વાત આવતાં જ ઈમરાનની પીપૂડી બંધ થઇ ગઇ

2019-09-16 3,905 Dailymotion

અલઝઝીરા ચેનલના એક ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાનને ચીનના ઉઇગર મુસલમાનો વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો કાશ્મીર વિશે રોદણા રોતા ઈમરાને કહ્યું કે આ મુદ્દા પર તેને વધારે જાણકારી નથી ઇન્ટરવ્યૂમાં પત્રકાર મોહમ્મદ જામજૂમે ઈમરાનને પૂછ્યું કે શું તેમને ચીનના રાષ્ટ્રપતિ સાથે ઉઈગર મુસલમાનોની પરિસ્થિતિ વિશે ચર્ચા કરવાનો મોકો મળ્યો ? તો તેના જવાબમાં દંભી ઈમરાને કહ્યું કે આ વિષય પર તેને વધુ જાણકારી નથી અને બેજિંગ ઈસ્લામાબાદનો ખાસ મિત્ર છે

ઈમરાને કહ્યું- ના, મેં ક્યારેય આ મુદ્દા વિશે વાત નથી કરી અમે અમારા દેશની આંતરિક સમસ્યાઓથી ઝઝુમી રહ્યાં છીએ અને ઉઈગરોની સમસ્યા વિશે ખબર નથી જ્યારથી અમે સત્તામાં આવ્યા છીએ, અર્થવ્યવસ્થાથી લઇને કાશ્મીર સુધી અમારી પાસે સમસ્યાઓની ભરમાર છે હા ચીન વિશે એક વાત હું કહીશ કે તે પાકિસ્તાનનો સૌથી સારો મિત્ર છે

જ્યારે પત્રકારે ઈમરાનને ઉઈગર મુસલમાનો પર કોઇ પણ નિવેદન જાહેર ન કરવા વિશે સવાલ પૂછ્યો તો ઈમરાને કહ્યું કે અત્યારે મારી જવાબદારી માત્ર પાકિસ્તાનના લોકો છે મારો પહેલો પ્રયાસ મારા દેશના લોકોની મદદ કરવાનો છે