રાજકારણી તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે વિવાદિત હોય પરંતુ હોટલ ઇન્ડસ્ટ્રીમાં કોઇ તેમની તોલે આવે એમ નથી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ન્યૂયોર્ક સ્થિત ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટલ વિશ્વની સૌથી શ્રેષ્ઠ હોટલ તરીકે સિલેક્ટ થઇ છે લક્ઝરી લાઇફસ્ટાઇલ મેગેઝિને વાચકોને વિશ્વની 10 સર્વશ્રેષ્ઠ હોટલ્સની યાદીમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલને પ્રથમ ક્રમે રાખી છે ફિજીનો વાતુવારા પ્રાઇવેટ આઇલેન્ડ બીજા ક્રમે જ્યારે અબુ ધાબીની એમિરેટ્સ પેલેસ ત્રીજા ક્રમે છે એમિરેટ્સ પેલેસ ગત વર્ષે પ્રથમ ક્રમે હતી