નીલકંઠવર્ણી વિવાદ મામલે ગુજરાતી કલાકારોમાં એવોર્ડ વાપસની મોસમ શરૂ થઈ છે શુક્રવારે ભજનિક હેમંત ચૌહાણ, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, બિહારી હેમુ ગઢવી અને હરદેવ સહિતના કલાકારોએ રત્નાકર એવોર્ડ પરત કર્યા છે આ સાથે જ એવોર્ડ પરત કરનાર કલાકારોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે તમામ કલાકારોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે મોરારિબાપુ અંગે કરેલા નિવેદન સામે દુખ વ્યક્ત કર્યું છે