¡Sorpréndeme!

અમદાવાદના ખખડધજ માર્ગોનો ‘એક્સ-રે’, 51 ફૂટ લાંબા, દોઢ ફૂટ ઉંડા, 22 ફૂટ પહોળા ખાડા

2019-09-13 7,099 Dailymotion

ચેતન પુરોહિત, દીપક ભાટી, અમદાવાદ:શહેરમાં સિઝનનો હજુ સામાન્ય વરસાદ જ પડ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના કનેક્ટિવિટી ગણાતા વિસ્તારો અને માર્ગો પર 10થી 20 ફૂટ જેટલા પહોળા ખાડા હોવાનો ઘટસ્ફોટ DivyaBhaskarના ગ્રાઉન્ડ રિપોર્ટમાં થયો છે આ ગ્રાઉન્ડ રિપોર્ટ દરમિયાનDivyaBhaskarએ મેજરમેન્ટ ટેપથી ખાડાની સાઈઝ માપીહતી આ ખાડાઓનું મેજરમેન્ટ કરતા તેની લંબાઈ અને ઉંડાઈ જાણીને તમે ચોંકી ઉઠશો આ પ્રકારની હાલત એસજીહાઇવે પર આવેલી પટેલ ટ્રાવેલ્સની સામેના સર્વિસ રોડ, ઇસ્કોન બ્રિજના છેડે રાજપથ ક્લબ પાસે તેમજ એસપીરિંગ રોડ પર આવેલા વકીલ સાહેબ બ્રિજની નીચે જોવા મળી છેઆ ગ્રાઉન્ડ રિપોર્ટમાં તમામ ખાડાઓનુ મેજરમેન્ટમાં ચોંકાવનારી વિગતો તંત્રના ધ્યાને લાવવા માટે છે