¡Sorpréndeme!

સાબરમતી રિવરફ્રન્ટ પાસે ગણેશ વિસર્જન માટે કુંડ બનાવાયો, 500થી વધારે મૂર્તિઓનું વિસર્જન

2019-09-13 4,936 Dailymotion

અમદાવાદ:સાબરમતી રિવરફ્રન્ટ તેમજ અન્ય વિસ્તારમાં બનાવેલા કુંડમાં ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યું છે લોકો રંગેચંગે ભગવાન ગણેશને વિદાય આપી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કુંડ અને મોટી મૂર્તિઓ માટે ક્રેનની વ્યવસ્થા કરી છે ત્યારે અત્યાર સુધી 500થી વધારે મૂર્તિઓનું વિસર્જન કરાયું છે
બપોર સુધી અનેક પંડાલ આવી ચૂક્યા
સવારથી બપોર સુધીમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બનાવેલા કુંડમાં નાની મોટી મળી 500થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે વાજતેગાજતે પંડાલો ગણેશજીનું વિર્સજન કરી રહ્યા છે
નદીમાં કોઈ વિર્સજન ન કરી જાય તે માટે સિક્યુરિટી
સાબરમતી નદીમાં કોઈ વિસર્જન ન કરે તે માટે આખા રિવરફ્રન્ટ પર ગેટ પાસે સિક્યુરિટી અને પોલીસના એક એક જવાનને પોઇન્ટ પર મુકવામાં આવ્યા છે કોઈપણ નદીમાં નીચે ઉતરી વિસર્જન ન કરે તેની ખાસ સૂચના આપવામાં આવી છે સાથે જ છેડતી અને અન્ય ઘટનાઓ રોકવા માટે પોલીસની she ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે ઇ વ્હિકલમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે