¡Sorpréndeme!

સુરત: વિસર્જનના દિવસે ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા હેલમેટ પહેરી ગણેશજીની પુજા

2019-09-13 1,288 Dailymotion

સુરતઃટ્રાફિક નિયમો અંગેની જાગૃતિ માટે સુરતની એક સોસાયટીમાં ગણેશ વિસર્જનના દિવસે અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં સોસાયટીના દરેક સભ્યો હેલમેટ પહેરી ગણેશજીની આરતીમાં આવ્યા હતા ત્યારબાદ હેલમેટ પહેરી વિસર્જન યાત્રામાં જોડાયા હતા અને આરતીમાં હેલમેટ પહેરવા સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના સંકલ્પ લેવામાં આવ્યો હતો

ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા પહેલ

વેસુ ખાતે આવેલી નંદની-1 સોસાયટીમાં રહેવાસીઓએ હેલ્મેટ પહેરીને ગણેશજીની કરી હતી અને લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા આ પહેલ કરવામાં આવી હોવાનું સોસાયટીવાસીઓએ જણાવ્યું હતું આરતીમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સંકલ્પ લેવામાં આવ્યા હતા ત્યારબાદ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હેલમેટ પહેરી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા