સુરતઃ આજે ગણેશ વિસર્જનના દિવસે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના પગલે ગણેશ વિસર્જનમાં વિલંબ થયો હતો જોકે, હાલ કૃત્રિમ તળાવમાં વિસર્જનનની શરૂઆત કરવામાં આવી છે ગણેશ નિસર્જનને લઈને ઓવરા અને રસ્તા પર 8899 પોલીસ5ર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે મોટી મૂર્તિઓ ડુમસના કાદી ઓવારા, મોટી બજાર નાવિક કલબ ઓવારા તેમજ ભીમપોરના બસ સ્ટેન્ડ પાસેના ઓવારા અને હજીરાના ઓવારા પર વિસર્જન કરવાની શરૂઆત કરવામાં આવી છે તમામ લોકોને રૂટ પ્રમાણે વિસર્જન માટે લઈ જવામાં આવી રહ્યા છે જ્યારે સચીન અને સચીન જીઆઈડીસી વિસ્તારની મૂર્તિઓ નવસારી મિઢોળા નદીમાં વિસર્જન કરવામાં આવી રહી છે જેમાં નવસારી પોલીસની સાથે સુરત પોલીસ પણ તૈનાત રહી છે શહેરમાં 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે જેમાં હાલ વિસર્જનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે