¡Sorpréndeme!

ઈડરિયા ગઢની તળેટીમાં ઝરણાંના પાણી પાસે મૃત હાલતમાં દીપડો મળ્યો

2019-09-12 996 Dailymotion

હિંમતનગર: ઈડરિયા ગઢની તળેટીમાં મહાકાળી મંદિરની બાજુમાં નીચેના ભાગે કુદરતી ઝરણા વહે છે આ ઝરણાના પાણીમાં મૃત હાલતમાં એક દીપડો જોવા મળ્યો હતો આ ઘટનાની જાણ થતાં ઇડર વન વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું દીપડાનું કેવી રીતે મોત થયું સહિતની વધુ તપાસ હાથ ધરી હતી આજે મહાકાલી મંદિરના પૂજારીને ઝરણાના પાણીમાં એક મરેલો દીપડો દેખાયો હતો જેની તેણે ઇડર વન વિભાગને જાણ કરી હતી જેને પગલે વન વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું દીપડાનું વેટેનરી ડોક્ટરે પીએમ કરી અગ્નિ સંસ્કાર કરવાની તજવીજ હાથ ધરી હતી