રાજકોટ: સીએમ વિજય રૂપાણી આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા ત્યારે CM રૂપાણીએ રૂપિયા 591 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે આ સાથે જ નવા 150 ફુટ રિંગ રોડ પર આવેલા અટલ સરોવરમાં નવા નીરના વધામણાં કર્યાં હતા આ તકે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થયો છે નર્મદા ડેમ પ્રથમ વખત 137 મીટર સુધી પહોચી ગયો છે દરવાજા લાગ્યા બાદ પ્રથમ વખત ડેમ સંપુર્ણ ભરાશે તેમ જણાવ્યું હતું