દ્વારકા: સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના સંત ધર્મવલ્લભદાસ સ્વામીનો બે દિવસ પહેલા એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તેણે એવું નિવેદન આપ્યું હતું કે, શું કૃષ્ણ ભગવાન છે? કૃષ્ણ ભગવાન નહીં પણ ગોવાળિયા હતા જેને લઇને ગુજરાતભરના આહિર સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી આજે ધર્મવલ્લભદાસ સ્વામી દ્વારકા આવી ભગવાન કૃષ્ણના ચરણોમા શિશ ઝુકાવ્યું હતું અને માફી માગી હતી બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શ્રી કૃષ્ણના ચરણોમાં મસ્તક મુકી ક્ષમા માગીએ છીએ કે પુન: આવી ભૂલ ન થાય