રાજકોટ: મોહરમ નિમિત્તે આજે શહેરમાં પરંપરાગત બપોર બાદ તાજિયા જુલૂસ નીકળશે ત્યારે બજરંગવાડી વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ રાષ્ટ્રભાવના વ્યક્ત કરી છે તાજીયામાં તિરંગાના દર્શન થઇ રહ્યા છે તાજીયાને તિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગથી શણગારમાં આવ્યા છે શહેર તાજિયા કમિટીના પ્રમુખ આસિફભાઇ સલોતે જણાવ્યું કે, હિન્દુસ્તાનમાં એકમાત્ર રાજકોટ શહેર એકતા અને ભાઇચારાના માહોલનું છે જ્યાં 100 ટકા હિન્દુ ભાઇઓના 100 ટકા વિસ્તારોમાં ત્રણ તાજિયાઓના જુલૂસો બે દિવસ સુધી લાખો હિન્દુ-મુસ્લિમ સમાજની હાજરીમાં ફરે છે હિન્દુસ્તાનના કોઇપણ રાજ્યના શહેરમાં આવું થતું નથી