¡Sorpréndeme!

દક્ષિણ ભારતમાં આતંકી હુમલાના ઇનપુટ: આર્મી, કેરળ હાઇએલર્ટ પર : DGP

2019-09-09 1,709 Dailymotion

આર્મી સાઉધર્ન કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ એસકેસૈનીએ કહ્યું છે કે તેમને મળેલા ઇનપુટ પ્રમાણે દક્ષિણ ભારતના વિસ્તારમાં આતંકીઓ હુમલો કરી શકે છે આ માહિતીના આધારે આર્મી ચોક્કસ છે કે આ તત્વોને તેમના અંજામ સુધી પહોંચતા રોકવામાં આવે થોડા દિવસો પહેલા સરક્રિક પાસે બિનવારસી હોડીઓ પણ મળી આવી હતી આર્મીના ઇનપુટ અંગેના મેસેજ બાદ કેરળના ડીજીપી લોકનાથ બેહેરાએ કહ્યું હતું કે કેરળને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યું છે અને પોલીસને સાર્વજનિક સ્થળોએ ચોકસાઇ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે

લેફ્ટનન્ટ જનરલ સૈની જે બિનવારસી બોટની વાત કરી રહ્યા હતા તે કચ્છના સરક્રિક વિસ્તાર પાસેના હરામીનાળા પાસેથી મળી હતી 24 ઓગષ્ટના શનિવારે બિનવારસી બોટ મળી હતી જેનો બીએસએફના જવાનોએ કબજો લીધો હતો આ બોટ અહીં સુધી કેવી રીતે પહોંચી અને તેમાં ઘુસણખોરો હતા કે કેમ તેના વિશે કોઇ માહિતી મળી નથી જ્યારે આ બોટ મળી ત્યારે કાશ્મીરની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને દેશભરની બોર્ડર પર હાઇએલર્ટ હતું