¡Sorpréndeme!

રાજકોટ: લવજેહાદ મામલે સરકારી વકીલે કહ્યું,'લવજેહાદનું ષડયંત્ર પાકિસ્તાનથી સંચાલિત હોય શકે'

2019-09-07 477 Dailymotion

રાજકોટ:2 દિવસ પહેલા બનેલા લવજેહાદ કેસમાં સરકારી વકીલ સમીર ખીરાએ નિવેદન આપતા કહ્યું કે લવજેહાદનું ષડયંત્ર પાકિસ્તાનથી પણ સંચાલિત હોઈ શકે છે સમગ્ર મામલે તપાસ ચાલુ છે આરોપી વકીલની જામીન અરજી કોર્ટમાં કરવામાં આવી હતી જે કોર્ટે મંજુર કરી છે આરોપી વકીલ દિવ્યેશ મહેતા તરફથી બકુલભાઈ રાજાણી કેસ લડી રહ્યાં છે

જમીલ અને તેની માતા અસ્માની ધરપકડ કરાઈ હતી
લવજેહાદ પ્રકરણમાં રાજકોટની યુવતી નિર્ભયાનાં (21) (નામ બદલ્યું છે) આપઘાત બાદ તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદને પગલે ગાંધીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસે વિધર્મી આરોપીઓની ધરપકડ કરી લીધી હતી મૃતક યુવતીની સ્યૂસાઈડ નોટનાં આધારે આપઘાતની દૂષ્પ્રેરણા કરવા બદલ આરોપી જમીલ અને તેની માતા અસ્માની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં જમીલને મદદ કરનાર વકીલની પણ પોલીસે અટકાયત કરી હતીઆરોપી વકીલ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેને કોર્ટે મંજુર કરી છે