સુરતઃ મજુરાગેટ અને એલબી ફાયર સ્ટેશન વચ્ચે દારૂના નશામાં ધૂત કાર ચાલકને લોકોએ જાહેરમાં ફટકાર્યો હતો નશામાં ધૂત કાર ચાલકે કાર રોંગ સાઈડ પર હંકારી ફૂટપાર્થ પર ચઢાવી રાહદારીઓને અડફેટે લેતા કાર ચાલક પર હુમલો કરાયો હતો મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા મહિલાઓએ પણ કાર ચાલકની જાહેરમાં ધુલાઈ કરી ગુસ્સો બહાર કાઢ્યો હતો જોકે ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવતા નશાખોર ઇસમને પકડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું આખી ઘટનાનો વીડિયો વાઇરલ થતા ફરી એકવાર દારૂડિયાઓની મસ્તી અને તેમને પડેલો માર કેમેરામાં કેદ થઈ ગયો હતો