¡Sorpréndeme!

હવે પોલીસને પ્રજાની બીક લાગી, કાયદાનો ભંગ કરનાર પોલીસ કર્મીઓ સામે પ્રજાનો રોષ

2019-09-07 3,775 Dailymotion

સરકાર દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ દંડની રકમમાં ધરખમ વધારો કરાયો છે જેને લઇને પ્રજામાં ભારે રોષ ફેલાયો છે આ રોષનો ભોગ હાલમાં પોલીસ બની રહી છે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા પોલીસ કર્મીઓનો વીડિયો ઉતારી વાઇરલ કરી રહ્યા છે શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા પોલીસ કર્મીઓ કેમેરામાં કેદ થયા છે ગઇકાલ નિકોલ વિસ્તારમાં પોલીસ કર્મી હેલમેટ વગર બાઇક ચલાવતો જોવા મળ્યો હતો જે જોઇ ત્યાથી પસાર થતા એક સ્થાનિકે તેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો ત્યારે આજે વધુ એક વીડિયો સામે આવ્યો છે બાપુનગર વિસ્તારમાંથી કેટલાક પોલીસ કર્મીઓ વગર હેલમેટે બાઇક ચલાવતા વીડિયોમાં કેદ થયા છે