¡Sorpréndeme!

મોદીએ કહ્યું- ઈસરોના વૈજ્ઞાનિકો લક્ષ્ય પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી નહીં રોકાય

2019-09-07 4,165 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે મુંબઈ પહોંચ્યા છે સૌથી પહેલાં તેમણે વિલે પાર્લેમાં લોકમાન્ય સેવા સંઘ તિલક મંદિરમાં ભગવાન ગણેશની પૂજા કરી હતી ત્યારપછી તેમણે ત્રણ મેટ્રો લાઈનની આધારશિલા મૂકી હતી ત્રણેય લાઈનનું નેટવર્ક 42 કિમી હશે મોદીએ અહીં કહ્યું હતું કે, વિપરીત પરિસ્થિતિઓ અને મોટા પડકારો વચ્ચે પૂરી તન્મયતા સાથે આપણે લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ તે આપણે ઈસરોના વૈજ્ઞાનિક અને એન્જિનિયરો પાસેથી શીખી શકીએ છીએ ઈસરોના વૈજ્ઞાનિકો ત્યાં સુધી નહીં રોકાય જ્યાં સુધી તેઓ તેમના લક્ષ્યાંક સુધી પહોંચી નહીં શકે