¡Sorpréndeme!

ટ્રાફિક નિયમનો ભંગ કરતા વધુ એક પોલીસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

2019-09-06 3,557 Dailymotion

અમદાવાદ:કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ દંડની રકમમાં વધારો કરાયો છે ટ્રાફિક પોલીસ પણ લોકો પાસેથી બેફામ રીતે દંડ વસૂલે છે ત્યારે સોશિયલ મીડિયામાં ટ્રાફિકના નિયમોના ભંગ કરતા પોલીસ કર્મીઓના જ ફોટોસ અને વીડિયો વાઇરલ થઇ રહ્યા છે ત્યારે વધુ એક વીડિયો વાઇરલ થયો છે જેમા એક પોલીસ કર્મી નિકોલ ખોડીયાર મંદિરથી કેનલ જવાના માર્ગ પર હેલમેટ વગર બાઇક ચલાવી રહ્યો છે એક નાગરિકે આ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે વીડિયોમાં એક પોલીસ કર્મી વગર હેલમેટે બાઇક ચલાવી રહ્યો છે જ્યારે વીડિયો ઉતારનાર શખ્સ તેને ટ્રાફિકના નિયમોના ભંગ બદલ સવાલ કરે છે જ્યારે પોલીસ કર્મી વીડિયોથી બચવા માટે બાઇકને યુ ટર્ન કરી ઝડપથી ત્યાથી જતો રહે છે