¡Sorpréndeme!

ગોંડલમાં વહેતા પાણીમાં પ્રૌઢ તણાયા, ભાદર 2 ડેમ છોલછલ થતા 37 ગામોને એલર્ટ કરાયા

2019-09-06 1,241 Dailymotion

ગોંડલ: ગુરૂવારે સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદ વરસ્યો હતો આજે સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રમાં 5 અને 6 સપ્ટેમ્બર ભાગેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે આજે પણ મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે ત્યારે ગઇકાલે ગોંડલમાં ભારે વરસાદ પડતા ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર કષ્ટભંજન હનુમાનજી મંદિર પાછળ બેઠી ધાબી પુલ પરથી વહેતા પાણીમાં 50 વર્ષીય ભરતભાઇ પોપટભાઇ ઠુંમર તણાયા હતા આથી ગોંડલ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી છે તેમજ ભાદર 2 ડેમ છલોછલ થતા હેઠળ આવતા 37 ગામોને એલર્ટ કરાયા છે