¡Sorpréndeme!

ભૂગર્ભમાં ઉતરેલા ધનજી ઉર્ફે ઢબુડીનો નવો વીડિયો, ‘હું ફરાર નથી, ભક્તો યોગ્ય સમયની રાહ જોજો’

2019-09-05 1,791 Dailymotion

અમદાવાદઃપેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયા બાદ ધનજી ઓડ ઉર્ફે ઢબુડી ધરપકડના ડરે ભૂગર્ભમાં ઉતરી ગયો છે તેમજ આવતીકાલે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન અરજી અંગે સુનાવણી છે, ત્યારે આજે ધનજી ઓડનો એક નવો વીડિયો સામે આવ્યો છે ધનજીએ વીડિયોમાં કહ્યું છે કે ' છેલ્લા બે-ત્રણ રવિવારથી ભક્તો ગાદીના દર્શનની રાહ જોઈ રહ્યા છે જો કે, હું ભક્તોને કહેવા માંગું છું કે હું ફરાર થયો નથી હું નિર્દોષ છું ભક્તો યોગ્ય સમયની રાહ જોજો, મારી વિરુદ્ધ તમારી ભક્તિ વિરુદ્ધ ખોટુ કરનારાને મારો રામ સજા આપશે મીડિયા બોલ્યું નથી, મીડિયાને બોલવવામાં આવ્યું છે