¡Sorpréndeme!

6 સપ્ટેમ્બરે આ જટિલ પ્રક્રિયાઓ બાદ ચંદ્ર પર વિક્રમ લેન્ડ થશે

2019-09-05 2,010 Dailymotion

આપણા ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર 6 અને 7 સપ્ટેમ્બર દરમિયાન રાત્રે 130 થી 230 વાગ્યાના સમયગાળાની અંદર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે ભારત પહેલી વખત કોઇ ઉપગ્રહ પર યાનનું સોફ્ટ લેન્ડિંગ કરાવી રહ્યું છે સોફ્ટ લેન્ડિંગ એક જટિલ પ્રક્રિયા છે, તેથી વૈજ્ઞાનિકોના શ્વાસ પણ અદ્ધર છે ISROના વૈજ્ઞાનિકો 6 સપ્ટેમ્બરની મોડી રાત્રે ચંદ્ર પર વિક્રમ લેન્ડર કેવી રીતે ઉતારશે એ જાણવું રસપ્રદ છે અહીં જાણીએ 6 સપ્ટેમ્બરની રાત્રે 130 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી વિક્રમ લેન્ડરને લઇને શું શું કરવામાં આવશે