¡Sorpréndeme!

બોર્ડર પરથી બે જીવતા આતંકી પકડાયા, સેનાએ કહ્યું- કાશ્મીરમાં હિંસાનું કાવતરું ઘડી રહ્યું છે પાક

2019-09-04 5,184 Dailymotion

નવી દિલ્હી:ભારતીય સેનાએ લશકર-એ-તોઈબાના બે આતંકીઓની ધરપકડ કરી છે ચિનાર સેનાના કમાન્ડ લેફ્ટિનન્ટ જનરલ કેજેએસ ઢિલ્લન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એડીજી મુનીર ખાને બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ દરમિયાન બંને અધિકારીઓએ કહ્યું કે, ખીણ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરવામાં આવી રહી છે અમે બે પાકિસ્તાનીને ઘૂસણખોરી કરતી વખતે પકડ્યા છે બંને આતંકીઓની 22 ઓગસ્ટે મોડી રાત્રે બારામૂલામાંથી ધરપકડ કરવામાં આવી છે આ બંને આતંકી સંગઠન લશકર-એ-તોઈબા સાથે જોડાયેલા છે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પકડાયેલા આતંકીઓનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે