દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં એક ચેઇન સ્નેચિંગની ઘટના બની જેનો વીડિયો સામે આવ્યો છે વીડિયોમાં મહિલા અને તેની દીકરી રોડ ક્રોસ કરી રહ્યા છે ત્યારે એક બાઇકસવાર બદમાશ તેની પાસે આવે છે અને મહિલાની સોનાની ચેઇન ખેંચી લે છે, પરંતુ મહિલા અને તેની દીકરી હિંમત કરી ચોરને પકડીને બાઇક પરથી નીચે પછાડે છે અને મારવાનું શરૂ કરી દે છે ત્યારે બીજો ચોર ત્યાંથી ભાગવામાં સફળ રહે છે ત્યાં જ આસપાસના લોકો આવી જાય છે અને આરોપી ચોરને બરાબરનો મેથી પાક ચખાડે છે જોકે બાદમાં બંનેની પોલીસ ધરપકડ કરી લે છે