¡Sorpréndeme!

રામનગર-મણીનગરમાં ડ્રેનેજ મિશ્રિત પાણીથી લોકો ત્રાહિમામ, ઉગ્ર આંદોલનની ચીમકી સાથે હોબાળો મચાવ્યો

2019-09-03 26 Dailymotion

વડોદરા: વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં સરદાર એસ્ટેટ પાસે આવેલી રામનગર અને મણીનગર સોસાયટીમાં છેલ્લા 25 દિવસથી ઉભરાતી ડ્રેનેજ લાઇન અને દુષિત પાણીના પ્રશ્ને સ્થાનિકોએ હોબાળો મચાવી પાલિકા વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યાં હતા આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે રામનગર સહિત 500થી 600 મકાનો આવેલા છે રામનગર અને મણીનગર સોસાયટીમાં છેલ્લા 25 દિવસથી ઉભરાતી ડ્રેનેજ લાઇનના કારણે સોસાયટીમાં દુષિત પાણી ફરી વળી રહ્યા છે જેના પગલે વિસ્તારમાં રોગચાળાની દહેશત ફેલાઇ છે આ સાથે ઉભરાતી ડ્રેનેજ લાઇનના કારણે વિસ્તારમાં દુષિત પાણી આવતા લોકોની હાલત કફોડી બની ગઇ છે