¡Sorpréndeme!

અંબાજી પગપાળા જતા યાત્રાળુઓને કારે અડફેટે લીધા, દાહોદ જિલ્લાના ત્રણ યુવકોના મોત

2019-09-03 674 Dailymotion

શહેરાઃ પંચમહાલ જિલ્લાના શહેરાના લાભી પાસે આજે વહેલી સવારે એક કારે અંબાજી જતા સંઘને અડફેટે લેતા ત્રણ યાત્રાળુઓને મોત નીપજ્યાં છે અંબાજી પગપાળા જઇ રહેલો આ સંઘ દાહોદ જિલ્લાનો હતો સંઘ જ્યારે શહેરા-લુણાવાડા હાઈવે પર આવેલા લાભી પાસે પહોંચ્યા ત્યારે કારે તેમને અડફેટે લીધા હતા બે મૃતકો દેવગઢ બારિયા તાલુકાના ભુતપગલા ગામના રહેવાસી છે જ્યારે એક મૃતક રણધીકપુર તાલુકાના ચુંદડી ગામનો રહેવાસી છે ત્રણેય યાત્રાળુઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે