¡Sorpréndeme!

ઇમરાન ખાન પાણીમાં બેઠા, ‘પહેલો પરમાણુ હુમલો નહીં કરીએ’

2019-09-03 2,808 Dailymotion

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી ગભરાયેલું પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં અલગ પડી ગયું છે વડાપ્રધાન ઇમરાન ખાન સહિતના નેતાઓ પરમાણુ યુદ્ધની ધમકી આપવા માંડ્યા હતા પરંતુ ભારતની જબરદસ્ત ડિપ્લોમેટિક વ્યૂહરચનાને કારણે ઇસ્લામાબાદ ઢીલું પડ્યું હોય તેમ જણાય છે ઇમરાન ખાને સોમવારે લાહોરમાં શીખ સમુદાયને સંબોધન કરતા કહ્યું કે અમે પરમાણુ શસ્ત્રોનો પ્રથમ હુમલો નહીં કરીએ તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિ છે અને જો તંગદિલી વધશે તો સમગ્ર દુનિયામાં જોખમ ઊભું થશે અમે ક્યારેય યુદ્ધની શરૂઆત નહીં કરીએ ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન અગાઉ ઘણીવાર પરમાણુ હુમલાની ધમકી આપી ચૂક્યા છે