ઈન્ડિયન એર ફોર્સના પાયલટ અભિનંદને સોમવારે એર ચીફ માર્શલ બીએસ ધનોઆ સાથે મિગ-21 ફાઈટર પ્લેન ઉડાવીને ફરી પાયલટ તરીકે વાપસી કરી છે વિંગ કમાંડર અભિનંદને ફરી એરફોર્સમાં જોડાયા બાદ ફરી તેઓ ફાઈટર પ્લેન ઉડાવી રહ્યા છેઅભિનંદન વર્ધમાનને તેમના સાહસ અને શૌર્ય માટે 15મી ઓગસ્ટે શૌર્ય ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા છે અભિનંદનના પાકિસ્તાનમાંથી ભારત પરત આવ્યા બાદ તેમના મિગ-21 ઉડાવવા અંગે સસ્પેન્સ હતો IAF ચીફ માર્શલ બીએસ ધનોઆએ ત્યારે કહ્યું હતું કે, મેડિકલ ફિટનેસમાં પાસ થયા બાદ વર્ધમાન ફરી ફાઈટર પ્લેન ઉડાડી શકશે આ ટેસ્ટ પાસ કર્યા બાદ અભિનંદન ફરી ફાઈટર પ્લેન મિગ-21માં ઉડાન ભરી છે